Get The App

વડોદરાના મકરપુરા એસટી ડેપો પાસે માર્ગ પહોળા કરવાની કામગીરીમાં બેદરકારી : બે દિવસમાં બીજીવાર લાઇન તૂટી

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના મકરપુરા એસટી ડેપો પાસે માર્ગ પહોળા કરવાની કામગીરીમાં બેદરકારી : બે દિવસમાં બીજીવાર લાઇન તૂટી 1 - image

Vadodara Corporation : વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા મકરપુરા એસટી ડેપો સામેના ભાગે માર્ગ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ સંકલનના અભાવે આ કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે. 

બે દિવસ પહેલાં જ માર્ગ પહોળા કરવા માટેના ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી જતા વિપુલ માત્રામાં શુદ્ધ પાણી વેડફાઈ ગયું હતું. પરિણામે મકરપુરા ગામ સહિતના વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઈ હતી. આ ઘટનાને બે જ દિવસ થયા હોવા છતાં આજે ફરી ખાનગી સ્કુલ પાસે ડ્રેનેજની લાઇન તૂટતાં ખોદાયેલા વિસ્તારમાં દુર્ગંધયુક્ત પાણી ભરાઈ ગયું. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી અને નાગરિકો પરેશાન બન્યા હતા. સામાજિક કાર્યકરે કામગીરી દરમિયાન સંકલન પર સવાલો ઊભા કરતાં જણાવ્યું કે, મ્યુ.કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે પૂરતું સંકલન ન હોવાથી આવી પરિસ્થિતિ સર્જાય છે, અને નાગરિકોને ભોગવવુ પડે છે.