લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા
- ભચાઉના શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
- ભચાઉના શખ્સે સાત કારનું બુકિંગ લઇ બે કાર ડિલિવરી કરી બાકીના રૂપિયા ઓળવી ગયો
લીંબડી : ભચાઉના શખ્સે કાર લેવેચ માટે લીંબડીના શખ્સને વિશ્વાસમાં લઈ સાત કારનું બુકિંગ કરીને બે કારની ડીલેવરી કરી પાંચ કારની ડીલેવરી નહીં આપીને રૂ. નવ લાખની છેતરપિંડી કરતા લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
લીંબડી નવા બસસ્ટેશન પાસે રહેતાં ચિરાગભાઈ દિલીપભાઈ પરમારના મિત્ર ધર્મેન્દ્રસિંહએ તેમનાં સાળા માટે નવ મહિના પહેલા એક ફોર વ્હીલર ભચાઉ (કચ્છ)માં રહેતાં જીગ્નેશ રશીકલાલ ઠક્કર પાસેથી ખરીદી કરી હતી. જેમાં તેમને થોડો ફાયદો થયો હતો. જેથી ચિરાગભાઈના મોટાભાઈ વિશાલભાઈ તેમજ તેમના અન્ય મિત્રને કાર લેવાની હોય જીગ્નેશભાઇનો કોન્ટેક્ટ કરીને સાત કારનું બુકિંગ કરાવ્યું હતું.
જેના ડાઉન પેમેન્ટ પેટે ઓનલાઈન તથાં રોકડ ૧૨,૦૨,૫૩૭ જીગ્નેશભાઇને આપ્યા હતાં. જે પૈકી જિજ્ઞોશભાઇએ માત્ર બે જ કારની ડિલીવરી કરતા ચિરાગભાઇએ બાકી નીકળતા રૂ.૮,૯૯,૫૩૭ની ઉઘરાણી કરતા જિજ્ઞોશભાઇ પરત નહીં આપીને વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરી હતી. જે અંગે ચિરાગભાઇએ જીગ્નેશ રશીકલાલ ઠક્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.