80 ફુટ રોડ પર અયોધ્યાનગરમાં મકાન પર વીજળી પડી
સદનસીબે જાનહાની ટળી
વીજળી પડતા ધાબા પર ગાબડું પડયુું, ચાર પંખા બળી ગયા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે ગાજવીજ સાથે સોમવારે કમોસમી વરસાદ પડયો હતો. વઢવાણ ૮૦ ફુટ રોડ પર અયોધ્યાનગરમાં મકાન પર વીજળી પડતા ધાબા પર ગાબડું પડયું હતું.
સોમવારે રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા શહેરના ૮૦ ફુટ રોડ ઉપર આવેલી અયોધ્યાનગર-૧મા મકાનના ધાબા પર રાત્રિના સમયે વીજળી પડી હતી. વીજળી પડી ત્યારે પહેલાથી જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોય મકાન માલીકને કોઈ નુકસાનીની જાણ થઈ નહોતી. વીજ પુરવઠો શરૃ થતાં મકાનમાં ચેક કરતા ચાર પંખા ગયા હતા જ્યારે ધાબા પર ચેક કરતા જે જગ્યાએ વિજળી પડી ત્યાં ગાબડું પડેલું નજરે પડયું હતું અને ધાબાનો કાટમાળ પણ નીચે પડતા નુકસાની પહોંચી હતી. સદ્દનસીબે કોઈ મોટી જાનહાનીનો બનાવ ન બનતા પરિવારે રાહત અનુભવી હતી.