Get The App

ખેડા જિલ્લામાં ધીમીધારે મેઘમહેર : નડિયાદમાં પોણો ઈંચ વરસાદ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં ધીમીધારે મેઘમહેર : નડિયાદમાં પોણો ઈંચ વરસાદ 1 - image


- મૌસમનો સરેરાશ 7.15 ઈંચ વરસાદ પડયો

- 24 કલાકમાં જિલ્લામાં 7.7 મિ.મી. વરસાદ પડયો : કપડવંજમાં વરસાદ નહીં 

નડિયાદ : ખેડા જિલ્લામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. નડિયાદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી હતી. ખેડા જિલ્લાનો સરેરાશ વરસાદ ૭.૭ મિ.મી. નોંધાયો છે, જ્યારે કુલ સરેરાશ વરસાદ ૧૭૮.૩ મિ.મી. છે.

છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. ત્યારે આજે પડેલા આ માવઠા જેવો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. જોકે, આ વરસાદ હળવો અને છૂટોછવાયો હોવાથી વાવણીલાયક વરસાદની રાહ જોવાઈ રહી છે. 

નડિયાદ શહેર ઉપરાંત મહુધા, કઠલાલ, કપડવંજ, ઠાસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડયા હતા. કેટલાક વિસ્તારોમાં તો માત્ર આકાશ ઘેરાયું હતું અને વરસાદ વરસ્યો નહોતો. જ્યારે અમુક સ્થળોએ માત્ર રસ્તા ભીના થાય તેટલો જ વરસાદ પડયો હતો. જોકે, આ વરસાદ ખરીફ પાકની વાવણી માટે પૂરતો ન હોવાથી ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ હળવા વરસાદથી જમીનને જોઈએ તેવી ભીનાશ મળી નથી. ખેડા જિલ્લામાં આજે મહુધામાં ૧૭ મિ.મી., નડિયાદમાં ૧૩ મિ.મી., ગળતેશ્વરમાં ૧૨ મિ.મી., વસોમાં ૧૦ મિ.મી., ઠાસરામાં ૮ મિ.મી. અને મહેમદાવાદમાં ૬ મિ.મી., કઠલાલમાં ૫ મિ.મી., ખેડામાં ૪ મિ.મી., માતરમાં બે મિ.મી. વરસાદ પડયો છે. જ્યારે કપડવંજમાં આજે કોઈ વરસાદ નોંધાયો નથી.

Tags :