Get The App

ગુજરાતમાં 7 દિવસ હળવા વરસાદની આગાહી, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં 7 દિવસ હળવા વરસાદની આગાહી, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના 1 - image


Weather News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ આજથી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તાપમાનમાં વધુ મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. 

આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરા નગરહવેલી, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 39-40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાજ્યમાં શુક્રવારે મહત્તમ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગર ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે અનુક્રમે 39 અને 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.


Tags :