Gujarat

પત્નીની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને આજીવન કેદની સજા

By GS TEAM
19 Jul 20251 min read
પત્નીની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને આજીવન કેદની સજા


વર્ષ 2018માં ફયાઝ અફઝલરસીદ શેખ (રહે- મહારાષ્ટ્ર)એ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા અંગેનો કેસ ફતેગંજ પોલીસ મથકે રજીસ્ટર થયો હતો. આ કેસને કન્વિકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ અભિયાનના ભાગરૂપે સિલેક્ટ કરી ફતેગંજ પોલીસ ટીમ દ્વારા સરકારી ધારાશાસ્ત્રી સાથે સંકલન કરી કેસ ઝડપથી ચાલે તેવા પ્રયાસો કર્યા હતા. નામદાર કોર્ટે આરોપીને આ કેસમાં કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદની સજા અને રૂ. 5 હજાર દંડ ફટકારતો હુકમ કર્યો હતો.