એલઆઇસીમાં ભરતીના મુદ્દે આજે કર્મીઓ એક કલાકની હડતાલ પર જશે
- 5 વર્ષમાં વર્ગ 3-4 ના 12000 કર્મી. નિવૃત્ત થયા
- ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસો.ને મંજૂરી આપવા નિલમબાગ કચેરીએ દેખાવો યોજાશે
ભારતીય જીવન વીમા નિગમમાં તાત્કાલિક વર્ગ-૩ અને ૪માં ભરતી કરવાની ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓની સંખ્યામાં નિવૃત્તિ અને અન્ય કારણોસર ૧૨ હજારથી વધુ કર્મચારીઓનો ઘટાડો થયો છે. આવનાર બે વર્ષમાં હજુ મોટી સંખ્યામાં વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે.ત્યારે, વીમા ક્ષેત્રમાં સંસ્થા મોખરાનું સ્થાન જાળવી રાખવા માટે ભારતીય જીવન વિમા નિગમે વર્ગ ૩ અને ૪માં ભરતી કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. આ ઉપરાંત એલઆઇસીના ૮૦ ટકાથી વધુ કર્મચારી સભ્ય સંખ્યા ધરાવતાં ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસોસીએશનને માન્યતા આપવાની વર્ષો જૂની માંગને પણ આ સાથે સામેલ કરવામાં આવી છે. બન્ને મુસદ્દાને લઈ એલઆઇસીના વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓ તા.૨૦ને રુરૂવારે બપોરે ૧૨.૩૦ થી ૧.૩૦ સુધી એમ એક કલાકની હડતાળ પાડશે અને નિલમબાગ કચેરી ખાતે દેખાવો યોજશે.