Gujarat
વડોદરા નજીક રાયકા ગામે દીપડાએ દેખા દીધી, ગ્રામજનોમાં ગભરાટ
By GS TEAM
2 Jul 20251 min read
વડોદરા નજીકના રાયકા ગામે રાત્રે દિપડાએ સીમમાં દેખા દેતા ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની આસપાસના તાલુકાઓમાં દીપડા વારંવાર ત્રાટકતા હોય છે અને પશુનું મરણ કરતાં હોય છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કેટલાક સ્થળે પાંજરા મૂકીને દીપડાને પકડવામાં પણ આવ્યા હતા. જેમાં સૌથી વધુ દીપડા વાઘોડિયા અને ડભોઇ તાલુકામાં દેખાયા હતા.
થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર વડોદરા તાલુકાના રાયકા ગામે દીપડાએ ગઈ રાતે દેખા દેતા ગ્રામજનો ન ટોળા જામ્યા હતા. ગામની સીમમાં એક સ્થળે છુપાયેલા દીપડાને કોઈ જોઈ જતા બુમરાણ મચી હતી અને લોકોના ટોળા ભેગા થઈ જતા દિપડો ઉચાળા ભરી ગયો હતો. આ બનાવનું વિડીયો રેકોર્ડિંગ પણ ગામ લોકોએ કરી લીધું હતું.