Leopard Dies In Accident : અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામડાંઓ અને રહેણાંક વિસ્તારોમાં સિંહ, દીપડાના આટાફેરાના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે ભાવનગર-સોમનાથ હાઈવે પર વાહનની અડફેટે આવી જતાં દીપડીનું મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનાને લઈને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાફરાબાદના બાલાનીવાવ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી દીપડીનું મોત
મળતી માહિતી મુજબ, અમરેલીના જાફરાબાદના બાલાનીવાવ નેશનલ હાઈવે પર દીપડીનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું છે. દીપડીના અકસ્માતે મોતથી વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતક દીપડીના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે.
વન વિભાગની ટીમ દ્વારા અકસ્માત કરનાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સાયલા-ચોટીલા હાઈવે પર જાનૈયાઓની બસ ટ્રકની પાછળ ઘૂસી, 24 લોકો ઈજાગ્રસ્ત
તમને જણાવી દઈએ કે, અગાઉ એક મહિના પહેલાંજ નેશનલ હાઇવે પર વાહનની અડફેટે સિંહનો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર સતત અક્સ્માતથી વનવિભાગના સ્ટાફની ઘટ સામે સવાલો ઉઠ્યા છે.


