ધાર્મિક સ્થાનમાંથી નીકળતા ફુલોને પ્રોસેસ કરવા અમદાવાદ મ્યુનિ.બે પ્રોસેસ પ્લાન્ટ બનાવડાવશે
પ્રોસેસ કરી અગરબત્તી,ગુલાલ અને ખાતર બનાવવા અંગે તંત્ર દ્વારા આયોજન કરાયું
અમદાવાદ,બુધવાર,30 એપ્રિલ,2025
અમદાવાદમાં ૩૫૦ મંદિર અને અન્ય ધાર્મિક સ્થાનમાંથી નીકળતા ફુલ અને નાળીયેર
સહિતનો વેસ્ટ નીકળે છે. આ વેસ્ટને પ્રોસેસ કરવા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે
વિસ્તારમાં એક-એક પ્રોસેસ પ્લાન્ટ બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન રુપિયા બે કરોડથી
વધુની રકમનો ખર્ચ કરશે.ફુલોના વેસ્ટને પ્રોસેસ કરી તેમાંથી અગરબત્તી,ગુલાલ
બનાવાશે.પ્રોસેસ પ્લાન્ટ બનાવવા પ્રતિ ચોરસમીટર એક રુપિયાના ભાડાથી ગ્યાસપુર
ખાતેની બે એકર જગ્યા ઓમકાર એન્ટરપ્રાઈસને આપવા હેલ્થ કમિટીમાં નિર્ણય કરાયો છે.
શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા મંદિર સહિતના અન્ય
ધાર્મિક સ્થાનમાંથી દરરોજ બે ટન ફુલોનો વેસ્ટ નીકળે છે. આ ફુલોના વેસ્ટને પ્રોસેસ
કરવા સ્વચ્છ ભારત મિશન મીશન હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં
એક-એક પ્રોસેસ પ્લાન્ટ બનાવવા એક પ્લાન્ટની કેપીટલ કોસ્ટ રુપિયા ૬૨.૫૦ લાખ જયારે
ફુલોના પ્રોસેસિંગ માટે પ્રતિ ટન રુપિયા ૨૫૨૧ મુજબ રુપિયા ૧.૮ કરોડનો ખર્ચ
કરાશે.બે પ્રોસેસ પ્લાન્ટ બનાવવા હાલમાં બે વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે
એજન્સીને કામ આપવા કમિટીએ નિર્ણય કર્યો છે. કમિટી ચેરમેનના કહેવા મુજબ, બે વર્ષ પછી
એજન્સીની કામગીરીનુ મૂલ્યાંકન કરી વધુ સમય મર્યાદા વધારો કરવા અંગે નિર્ણય કરવામાં
આવશે.