Narmada News : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનન કરવામાં આવતી હોવાના દાવા સામે રેતી લીઝ ધારકે લૂલો બચાવ કર્યો છે.
નર્મદા નદીમાં રેતી લીઝના માલિકે ખુલાસો કર્યો છે કે, 'નદીમાં કોઈપણ પ્રકારનો પુલિયું બનાવવાના નથી. રેતીનો બ્લોક હરાજીમાં લાગ્યો છે, પણ અમે નદીનું પાણી રોકીને કોઈપણ કાર્યવાહી કરવાના નથી.'
વધુમાં લીઝ માલિકે જણાવ્યું કે, 'ટેક્નિકલ રીતે કન્વર્ટર બેલ્ટ લગાવીને અમે રેતી લઈશું. નદી જે રીતે વહી રહી છે તેમ રહેશે, અમે નદીમાં પાણીનો વહેણ નહીં રોકીએ. આગામી દિવસોમાં પણ અહીં પુલિયું નહીં બનાવીએ.'
તમને જણાવી દઈએ કે, નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે રેતી ખનન માટે નદીના વહેણને રોકીને વચ્ચે જ ગેરકાયદે 'પુલ' (કોઝ-વે જેવો રસ્તો) બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં નર્મદાના પટમાં રેતી માફિયાઓનો આતંક હોવાનું જણાતાં મૌન તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા હતા.


