29 ફેબ્રુઆરી: લીપ ડેને ખાસ બનાવવા ગુગલે બનાવ્યુ ડૂડલ
- શુ હોય છે લીપ ડે, પ્રથમ લીપ યર ક્યારે હતુ... જાણો
અમદાવાદ, તા. 29 ફેબ્રુઆરી 2020 શનિવાર
આજે 29 ફેબ્રુઆરીએ ગૂગલે ખાસ ડૂડલ બનાવ્યુ છે. આ વર્ષે ફેબ્રુઆરીનો મહિનો 29 દિવસનો છે એટલે આજે લીપ ડે છે.
કેમ હોય છે લીપ ડે ચાલો જાણીએ...
આ બધુ પૃથ્વીના ફરવાના અને એ તથ્યને કારણે છે કે એક દિવસ વાસ્તવમાં 24 કલાકનો હોતો નથી. સ્લોહ ખગોળશાસ્ત્રી બૉબ બર્મન અનુસાર એક દિવસ-રાત 23 કલાક, 56 મિનિટ અને 4.1 સેકન્ડનો હોય છે.
પૃથ્વીને સૂરજનું એક ચક્કર પૂરૂ કરવામાં 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 45 સેકન્ડ લાગે છે. 1583માં પોપ ગ્રેગોરી દ્વારા ગ્રેગોરિયન કેલેન્ડર બનાવવામાં આવ્યુ હતુ. જેમા પણ દરેક વર્ષે ફેબ્રુઆરીમાં એક વધારાના દિવસને સામેલ કરવામાં આવ્યો હતો.
સરળ શબ્દોમાં જાણીએ તો જે વર્ષને 4 વડે ભાગવાથી શેષ જીરો આવે તે લીપ યર હોય છે પરંતુ માત્ર તે શતાબ્દી વર્ષ લીપ યર હશે. જે 400 અંકથી સમગ્ર રીતે વિભાજિત થઈ જશે. આ હિસાબે વર્ષ 2000 લીપ યર હતુ, પરંતુ 1900 લીપ યર નહતુ.
વર્ષ 2000 અને તે બાદથી 21મી સદીમાં દરેક ચોથુ વર્ષ લીપ યર રહ્યુ છે. વર્ષ 2020 લીપ યર છે એટલે કે આગામી લીપ યર 2024માં હશે, તે બાદ 2028માં હશે.