Get The App

VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં 1 - image

Panam Dam Leakage Under Control : પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના એક દરવાજામાં લિકેજ થવાની ઘટના સામે આવી હતી. જોકે, પાનમ યોજના અને સિંચાઈ વિભાગની ટીમોએ સતત 30 કલાકથી વધુની મહેનત કરીને પરિસ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રણમાં લીધી છે.


નંબર-2ના દરવાજામાં થયું હતું લિકેજ

પ્રાપ્ત માહિતી અનુસાર, પાનમ ડેમના નંબર-2ના દરવાજાની ડાબી બાજુએ રબર સીલમાં લિકેજ થયું હતું. ડેમના દરવાજામાં લિકેજની જાણ થતાં આસપાસના કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પાનમ વિભાગ દ્વારા લોકોને ગભરાયા વગર અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.

VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં 2 - image

30 કલાકની જહેમત બાદ લિકેજ થયું બંધ

આ લિકેજને તાત્કાલિક બંધ કરવા માટે પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને સિંચાઈ યાંત્રિક વિભાગ-1 વડોદરાની વિશેષ ટીમ કામે લાગી હતી. પાનમ અને મિકેનિકલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ 30 કલાક ઉપરાંતના સમય સુધી પાનમ ડેમ પર ખડેપગે રહ્યા હતા. 

આ પણ વાંચો: પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું

અંતે, અથાગ પ્રયત્નો બાદ ડેમના નંબર-2ના દરવાજામાં આગળના ભાગે સ્ટોપ લોક ગેટ (Stop Lock Gate) ઇન્સ્ટોલ કરીને લિકેજ થતાં પાણીને સફળતાપૂર્વક બંધ કરવામાં આવ્યું હતું.

VIDEO | પંચમહાલ: પાનમ ડેમમાં લિકેજની ઘટના, 30 કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં 3 - image

પાનમ વર્તુળ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, લિકેજને હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે અને થોડા સમય બાદ જૂના દરવાજાના સ્થાને નવો ગેટ બદલવામાં આવશે. વિભાગની સમયસરની કામગીરી અને સતર્કતાને કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી છે.