Gujarat

પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું

By GS TEAM
1 Oct 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ 115 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે 1 ઓક્ટોબરની સ્થિતિએ રાજ્યના 120 સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 152 ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાં પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના એક ગેટમાં લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે, જેના પગલે ડેમ સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું

Leakage in Panchmahal's Panam Dam : ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ 115 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે 1 ઓક્ટોબરની સ્થિતિએ રાજ્યના 120 સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 152 ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાં પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના એક ગેટમાં લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે, જેના પગલે ડેમ સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાનમ ડેમના એક ગેટમાં લીકેજ 

પ્રાપ્ત માહિતી અનુસાર, પાનમ ડેમના બે નંબરના ગેટમાં ડાબી બાજુના રબર સીલમાં લીકેજ જણાયું હતું. આ લીકેજના કારણે પાણીનો પ્રવાહ વધી ન જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઈન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને યાંત્રિક વિભાગ વડોદરાની સંયુક્ત ટીમ દ્વારા આ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક કલાકોથી મિકેનિકલ વિભાગની મેન્ટેનન્સ ટીમ સતત કામ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બે નંબરના દરવાજાના લીકેજને બંધ કરવાની આ કામગીરી આશરે 10 કલાકથી વધુ સમય સુધી ચાલે તેવી શક્યતા છે.


વધારાનું પાણી નદીમાં છોડાયું

મેન્ટેનન્સની કામગીરીને ધ્યાનમાં રાખીને પાનમ ડેમમાં હાલમાં 3300 ક્યુસેક પાણીની આવક સામે 4200 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીનો પ્રવાહ વધારવામાં આવતા નદી કાંઠાના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, પાનમ વિભાગ દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે કે, પાનમ ડેમ સુરક્ષિત છે અને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહેવું.

આ પણ વાંચો: RTIમાં ખુલાસો : ચાર મહિનાથી ઈલેક્ટ્રીક મોટરથી પાણી ખેંચી લેનારા સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી

પાનમ વિભાગના કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યાંત્રિક વિભાગ-1 વડોદરાના કાર્યપાલક ઈજનેર, અને નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર મેન્ટેનન્સની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.