Get The App

ભાજપમાં પત્રિકા કાંડ : સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની પુછપરછ શરૂ

ભાજપ નેતા અને સહકારી અગ્રણી રાજુ પાઠક ગણપત વસાવા જૂથના ગણાય છે

ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ફોનની પણ તપાસ શરૂ કરી

Updated: Aug 10th, 2023

GS TEAM


Google News
Google News
ભાજપમાં પત્રિકા કાંડ : સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની પુછપરછ શરૂ 1 - image


- ભાજપ નેતા અને સહકારી અગ્રણી રાજુ પાઠક ગણપત વસાવા જૂથના ગણાય છે

- ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ફોનની પણ તપાસ શરૂ કરી

સુરત, : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય નેતાઓને બદનામ કરતી પત્રિકા અને પેન ડ્રાઈવ મોકલવાના પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની પુછપરછ શરૂ કરી છે.ભાજપ નેતા અને સહકારી અગ્રણી રાજુ પાઠકના મોબાઈલ ફોનની પણ તપાસ થઈ રહી છે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય નેતાઓને બદનામ કરતી પત્રિકા અને પેન ડ્રાઈવ મોકલવાના પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો.આ ગુનામાં આરોપીઓ એવા ભાજપ નેતા ગણપત વસાવાના પી.એ રાકેશ રણજીતસિંહ સોલંકી, ખુમાનસિંહ જસવંતસિંહ પટેલ અને દીપુ ઉર્ફે સોનુ લાલચંદભાઈ યાદવની ધરપકડ બાદ શરતી જામીનમુક્ત થયા હતા.જોકે, બાદમાં ફરી તેમની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

ભાજપમાં પત્રિકા કાંડ : સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની પુછપરછ શરૂ 2 - image

દરમિયાન, આજરોજ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુ પાઠકની પુછપરછ શરૂ કરી છેસુમુલ ડેરીના પ્રમુખ રહી ચૂકેલા ભાજપ નેતા અને સહકારી અગ્રણી રાજુ પાઠકના મોબાઈલ ફોનની પણ તપાસ થઈ રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે,મૂળ માંગરોળના મોસાલીના રાજુ પાઠકની ગણતરી ગણપત વસાવા જૂથના માણસ તરીકે થાય છે.

Tags :