Get The App

આર્ટ ઓફ લિવિંગના અગ્રણી ઋષિ નિત્ય પ્રજ્ઞાનું વડોદરા ખાતે અવસાન

Updated: Dec 27th, 2021

GS TEAM


Google News
Google News
આર્ટ ઓફ લિવિંગના અગ્રણી ઋષિ નિત્ય પ્રજ્ઞાનું વડોદરા ખાતે અવસાન 1 - image


વડોદરા, તા. 27 ડિસેમ્બર, 2021, સોમવાર

આર્ટ ઓફ લિવિંગના અગ્રણી ઋષિ નિત્યપ્રજ્ઞાનું વડોદરા ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું. તેઓ છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

તેઓ આર્ટ ઓફ લિવિંગમાં સિનિયર ઇન્ટરનેશનલ ફેકલ્ટી એન્ડ ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા. વડોદરામાં નિતીન લિમયે તરીકે જન્મેલા આ કેમિકલ એન્જિનિયર 21 વર્ષની ઉંમરે આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીના સંપર્કમાં આવ્યા બાદ આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયા હતા. તેઓ સંગીતકાર અને ગાયક પણ હતા. આજે સવારે વડોદરામાં ખાસ વાળી સ્મશાન ખાતે તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

Tags :