Get The App

નેતાઓના દીકરાઓ સરપંચ પણ ન બની શક્યા! ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્ય કક્ષાના મંત્રી અને પૂર્વ મંત્રીના પુત્રોની હાર

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
નેતાઓના દીકરાઓ સરપંચ પણ ન બની શક્યા! ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્ય કક્ષાના મંત્રી અને પૂર્વ મંત્રીના પુત્રોની હાર 1 - image


Panchayat Election Result: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આજે બુધવારે (25 જૂન) જાહેર થયા છે, ત્યારે અનેક ઉમેદવારોના ચહેરા પર જીતની ખુશી છે તો કેટલાકને હારનો ગમ જોવા મળ્યો છે. જેમાં અરવલ્લી અને કચ્છની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્ય કક્ષાના મંત્રી અને પૂર્વ મંત્રીના પુત્રોની હાર થઈ છે.

મંત્રીના પુત્રની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર

રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારની અરવલ્લી જિલ્લામાં જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઈ હોવાનું સામે આવ્યું છે. કિરણસિંહને માત્ર 751 મત મળ્યા હતા. જ્યારે વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને 1374 મત મળ્યા હતા. જેમાં મંત્રીના પુત્રની અંદાજે 600 મતથી હાર થઈ છે. 

આ પણ વાંચો: માત્ર એક મતથી બન્યા સરપંચ, પઢારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનું રસપ્રદ પરિણામ

બીજી તરફ, કચ્છમાં અંજારના પૂર્વ રાજ્ય મંત્રીના પુત્રની હાર થઈ છે. પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિરે રતનાલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ઉમેદવાર નોંધાવી હતી. આજે પરિણામ જાહેર થયા છે, ત્યારે રતનાલ ગ્રામ પંચાયતમાં શ્રેયાબહેન વરચંદ 155 મતે સરપંચની ચૂંટણી જીતી ગયા છે. જ્યારે ત્રિકમ આહિરની હાર થઈ છે. 

વિસનગરમાં પૂર્વ સાંસદના પૌત્રની પણ હાર

જ્યારે મહેસાણા લોકસભાના પૂર્વ સાંસદ પુંજાજી ઠાકોરના પૌત્રની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થઈ છે. વિસનગર તાલુકાની કમાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પુંજાજી ઠાકોરના પૌત્ર નરેન્દ્રસિંહ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આજે પરિણામ જાહેર થયા છે, ત્યારે નરેન્દ્રસિંહ હારનો સામનો કરવો પડ્યો છે.

Tags :