Get The App

જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મહારાણાની પ્રતિમાને ફુલહાર કરાયા

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મહારાણાની પ્રતિમાને ફુલહાર કરાયા 1 - image


Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો દ્વારા લાલ બંગલા સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રવીર, હિંદવા સુરજ, હિન્દૂ ધર્મ રક્ષક, ક્ષત્રિય કુળ શિરોમણી તથા અણનમ વીર યોધ્ધા શ્રી મહારાણા પ્રતાપની જન્મજયંતીની ઉજવણી આજે વિ.સં. 2081 જેઠ સુદ 3, તા.29-05-2025 ને ગુરુવારના રોજ ધામધૂમપૂર્વક કરવામાં આવી છે.

જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મહારાણાની પ્રતિમાને ફુલહાર કરાયા 2 - image

જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા લાલ બંગલા નજીકના વિસ્તારમાં આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને તેમના અદમ્ય સાહસને બીરદાવામાં આવ્યા હતા. આ વેળાએ નગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, શાસક પક્ષના નેતા આશિષ જોષી, ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો, રાજપૂત અગ્રણીઓ વગેરે જોડાયા હતા અને મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા.

Tags :