Gujarat

જામનગરમાં કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો

By GS TEAM
24 Jun 20251 min read
TukuTouch Logo
408 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો અને કાર સહિત 11 લાખની માલમત્તા સાથે એક શખ્સની અટકાયત : અન્ય બે ના નામ ખૂલ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો

Jamnagar Liquor Crime : જામનગર શહેરમાં કાર મારફતે ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ સોયલ ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારમાંથી 408 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો પકડી પાડ્યો છે, અને કુલ રૂપિયા 11 લાખની માલમતા સાથે એક શખ્સની અટકાયત કરી છે, ઉપરાંત અન્ય બે શખ્સોને ફરાર જાહેર કરાયા છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે સફેદ કલરની એક ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, તે બાતમીના આધારે ધ્રોળ તાલુકાના સોયલ ગામ પાસે આવેલા ટોલનાકા નજીક એલસીબીની ટુકડીએ વોચ રાખી હતી. જે વોચ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ત્યાંથી પસાર થઈ રહેલી જી.જે.10 ઇ.સી.9877 નંબરની ક્રેટા કારને અટકાવીને તેની તલાસી લેતા અંદરથી 408 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.

જે કારમાં બેઠેલા જામનગરના સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતા અશોક પ્રતાપભાઈ પરમાર નામના શખ્સની પોલીસે અટકાયત કરી લીધી છે, અને કાર, મોબાઈલ ફોન, અને ઇંગ્લિશ દારૂ સહિત કુલ રૂપિયા 11,09,776 ની માલમતા કબજે કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ દારૂ નો જથ્થો લાવવામાં જામનગરના સાહિલ ફિરોજભાઈ મોદી તેમજ સદામ સફીયા પણ સંડૉવાયેલા હોવાથી તે બંનેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.