Get The App

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલા ફરાર

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલા ફરાર 1 - image

 Jamnagar Liqour Raid : જામનગરમાં રાવલવાસ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને ઇંગલિશ દારૂ કબજે કર્યો છે, પરંતુ મહિલા ઘરમાં હાજર ન હોવાથી તેણીને ફરાર જાહેર કરી છે.

જામનગરમાં રાવલવાસ વિસ્તારમાં રહેતી સંગીતાબેન જગદીશભાઈ ગોહિલ નામની એક મહિલાના મકાન પર દારૂ અંગે એલસીબીની ટીમે દરોડો પાડી ઘરમાંથી નાની-મોટી 43 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પકડી કબજે કર્યો છે.

 આ દરોડા સમયે સંગીતાબેન ગોહિલ ઘરમાં હાજર ન હોવાથી તેણીને ફરાર જાહેર કરી અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.