Get The App

જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના નામ ખુલ્યા

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના નામ ખુલ્યા 1 - image

Jamnagar Liquor Raid : જામનગર તાલુકાના વિભાપર ગામ વિસ્તારમાંથી એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે બે શખ્સોને ઈંગ્લિશ દારૂની નાની મોટી 381 બોટલો સાથે ઝડપી લઈ મોબાઈલ સહિત રૂ.2,03,700 નો મુદામાલ કબ્જે કર્યો છે, જ્યારે બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મોડી રાત્રે તે પૈકીના એક આરોપીને કાર અને દારૂ સાથે ઝડપી લીધો છે, જ્યારે બીજા સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

 જામનગર તાલુકાના વિભાપર ગામની બાજુમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેણાંક મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો વેંચાણ અર્થે રાખી છૂટકમાં વેંચાણ કરતા હોવાની બાતમી ગઈકાલે એલસીબી પોલીસને મળતાં તેઓએ પી.આઈ.ની સૂચનાથી દરોડો પાડી ઈંગ્લિશ દારૂની નાની મોટી 381 બોટલ કિમંત રૂ.1,93,700 તથા બે મોબાઈલ મળી કુલ રૂ.2,03,700ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.

 જેઓની પૂછપરછ દરમિયાન તેઓને ઉપરોક્ત દારૂનો જથ્થો નાગેડીમાં રહેતા રામભાઈ ભરવાડ તેમજ રામભાઈ મેર દ્વારા સપ્લાય કરાયો હોવાનું કબુલતા તે બંનેને ફરાર જાહેર કરાયા છે.

 બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન નાઘેડી વિસ્તારમાં કન્યા છાત્રય પાસેથી કાર લઈને નીકળેલા રામભાઈ રામપુર જીવાભાઇ મોઢવાડિયાને પોલીસે એક કારમાં લીધો હતો જે કારની તલાસી લેતા તેમાંથી વધુ 23 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી જેની અટકાયત કરી કાર અને દારૂ કબજે કર્યા છે જે દારૂ તેને રામભાઈ ભરવાડે સપ્લાય કર્યા હોવાનું કબુલતા રામભાઈ ભરવાડની બંને કેસમાં શોધ કોડ હાથ ધરી છે.