બાતમીના આધારે પોલીસની કાર્યવાહી
જુગારીઓ પાસેથી રોકડ, વાહન, મોબાઈલ મળી ૧૭.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે વલાદના ગોળવંટાપરામાં દરોડો પાડીને ખેતરમાં જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ મોબાઇલ અને વાહન મળી ૧૭.૬૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
જિલ્લામાં આમતો શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃત્તિ વધારે
જોવા મળતી હોય છે ત્યારે હાલ ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની
પ્રવૃત્તિઓ ડામી દેવા માટે રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ વડા
રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધારે એલ.સી.બી.-૧ ના પોલીસ
ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન
પીએસઆઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વલાદ ગામના ગોરવંટાપરૃ ખાતે
ઘંટીવાળાવાસની સામે આવેલ ખુલ્લા ખેતરમાં રેઇડ કરી હતી. ત્યાં પાના પત્તાનો
હાર-જીતનો જુગાર રમતા ૧૦ શખ્સોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં વલાદ
ગામના લલીત કાળાજી ઠાકોર,વિશાલ
બેચરજી ઠાકોર,જગદિશજી
મહેશજી ઠાકોર,કિશન
બીપીનભાઇ પટેલ, ભક્તિભાઇ
બળદેવભાઇ વ્યાસ, રતનપુરના
પ્રજ્ઞોશ કરણસિંહ બિહોલ, સિંગરવાના
બીપીન દશરથભાઈ પટેલ, શાહપુરના
તુષાર જગદીશભાઈ ઠાકોર, કડાદરાના
અમરતજી ચેહરાજી ઠાકોર, વજાપુરાના
ગિરીશ ફકીરજી ઠાકોરનો સમાવેશ થાય છે જ્યારે વલાદના અજય વિનોદજી ઠાકોર ભાગી જવામાં
સફળ રહ્યો હતો. પોલીસે આ જુગારીઓ પાસેથી ૨.૭૮ લાખ રૃપિયાની રોકડ ૧૩ મોબાઈલ અને ચાર
વાહનો મળીને ૧૭.૬૩ લાખ રૃપિયાનો મુદ્દામાં જપ્ત કરી લીધો હતો.


