Gujarat

જામનગરમાં તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો, 9 સ્ત્રી-પુરુષો રંગે હાથ પકડાયા

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
રૂપિયા 28,000 ની રોકડ રકમ તેમજ મોબાઇલ અને બાઈક સહિત રૂપિયા 1.28 લાખની માલમતા કબજે કરાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો, 9 સ્ત્રી-પુરુષો રંગે હાથ પકડાયા

Jamnagar Gambling Crime : જામનગર શહેરમાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવાઇ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈકાલે સાંજે દરોડો પાડી જુગાર રમી રહેલા 9 સ્ત્રી પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,28,200 ની માલમતા કબજે કરી છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં તિરૂપતિ સોસાયટી શેરી નંબર-2 માં રહેતી અલ્પાબેન અશ્વિનભાઈ ગોહેલ નામની મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી સ્ત્રી પુરુષોને એકત્ર કરીને જુગારધામ ચલાવાઈ રહ્યું છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન મકાન માલિક મહિલા સહિત કુલ 9 સ્ત્રી પુરુષો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતાં રંગે હાથ પકડાઈ ગયા હતા.

 આથી એલસીબીની ટીમે મકાન માલિક મહિલા અલ્પાબેન ગોહેલ ઉપરાંત જ્યોતિબેન વિજયભાઈ ચૌધરી, રમાબેન બાબુલાલ રાઠોડ, દક્ષાબેન દેવશીભાઈ વાઢીયા, મમતાબેન ઇરફાનભાઇ ખફી, ઉપરાંત હિરેનભાઈ જેન્તીભાઈ કાછડીયા, રવિભાઈ વજુભાઈ ગોહિલ, મયુરભાઈ જગુભાઈ ગોજીયા, દેવાયતભાઈ ભીમજીભાઇ વાઘેલા, વગેરે સહિત 9 આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી 28,200ની રોકડ રકમ, 9 નંગ મોબાઈલ ફોન અને એક બાઈક સહિત રૂપિયા 1,28,200 ની માલમતા કબજે કરી છે.

ધ્રોલમાં તાલુકાના લૈયારા ગામમાં જુગાર અંગે દરોડો : ચાર પત્તા પ્રેમી પકડાયા

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈંયારા ગામમાંથી ધ્રોળ પોલીસે જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ઈસ્માઈલ રહીમભાઈ બલોચ, સુલતાન અલીભાઈ જલવાણી, પરસોત્તમભાઈ નરસિંદાસ નીમાવત અને અબ્દુલ ઇબ્રાહીમભાઇ ખેરાણી વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,180 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.