Get The App

સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ 1 - image

- રોડની ખખડધજ હાલતના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી

- 3વર્ષમાં બે વખત રસ્તો તૂટયો, જવાબદાર સામે પગલા ભરવા માંગ

સિહોર : સિહોરની ટાણા ચોકડથી લીલાપીર વિસ્તારનો રસ્તો ખખડધજ થઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રોડ અંગે રજૂઆત કરવા છતાં પણ રિપેર કરવામાં આળસ કરવામાં આવી રહ્યાનો કકળાટ ઉઠયો છે.

સિહોરમાં ટાણા ચોકડીથી ગૌતમેશ્વર-લીલાપીર સુધીનો સિહોર-તળાજા સ્ટેટ હાઈવે માર્ગ બિસ્માર હાલતમાં છે. આ રસ્તો ત્રણ વર્ષમાં બે વખત તૂટી ગયો છે. ત્યારે રોડનું રિસરફેસિંગ કરવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા સિહોર ન.પા.ના વિપક્ષના નેતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં મુખ્યમંત્રી પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે.