Gujarat

દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા

By GS TEAM
5 Oct 20251 min read
દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર વકીલને મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવાયા

વડોદરા,ઓફિસમાં નોકરી કરતી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા વકીલને આજે મેડિકલ ટેસ્ટ માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા  હતા. પરંતુ, ટેસ્ટ નહીં થતા આવતીકાલે  ફરીથી લઇ  જવામાં આવશે.

ગોત્રી વિસ્તારમાં રહેતી અને નસગ શીખેલી યુવતી જંબુસર નજીકનાગામમાં નોકરી કરતી હોવાથી તેને અપડાઉન કરવાનું દૂર પડતું હતું.જેથી તેણે એક પરિચિતને વાત કરી હતી.પરિચિતે સુભાનપુરાના જયઅંબે એપાર્ટમેન્ટમાં  ઓફિસ ધરાવતા અને આ જ વિસ્તારમાં રહેતા વકીલ કૃણાલ બળવંતભાઇ પરમારને જાણ કરતાં તેણે ફેબુ્રઆરીમાં પોતાની ઓફિસમાં યુવતીને નોકરીએ રાખી હતી.

વકીલે યુવતીને ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેના વીડિયો અને ફોટા લઇ લીધા હતા. વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી વકીલે વારંવાર યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ અંગે ગુનો દાખલ થતા ગોરવા પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. વકીલને આજે પોટેન્શિયલ ટેસ્ટ માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ, ટેસ્ટ નહીં થતા આવતીકાલે ફરીથી લઇ જવાશે. પોલીસે વકીલનો મોબાઇલ ફોન કબજે લઇ તપાસ  હાથ ધરી છે. પરંતુ, વીડિયો અને ફોટા ડિલિટ થઇ  ગયા હતા.