Get The App

ભૌમિક પટેલ કેસમાં નિર્દોષ છૂટેલાઓની વકીલને ધમકી, તે અમારા કેસમાં બહુ રસ લીધો હતો હવે છોડીશું નહીં..

Updated: Jun 12th, 2025

GS TEAM


Google News
Google News
ભૌમિક પટેલ કેસમાં નિર્દોષ છૂટેલાઓની વકીલને ધમકી, તે અમારા કેસમાં બહુ રસ લીધો હતો હવે છોડીશું નહીં.. 1 - image


Vadodara : વડોદરા જિલ્લાના પાદરા બાર એસોના પ્રમુખને ખુનના કેસમાં નિર્દોષ છુટેલા આરોપીઓ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપતા ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

પાદરા પોલીસ સ્ટેશનમાં દિપકભાઇ મથુરભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે હું વકીલાત કરું છું અને પાદરા બાર એસો.ના પ્રમુખ તરીકે 6 વર્ષથી સેવા આપું છું. વર્ષ 2017 માં ભાયલી ખાતે ભૌમિક પટેલ નામના વ્યક્તિનું મર્ડર થયું હતું. જે તેમના સાથી વકીલ મિત્ર સુનિલ પટેલનો ભાણેજ જમાઇ હતો. આ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટ ખાતે ટ્રાયલ દરમિયાન હું મિત્ર સાથે વાતચીત કરતો હતો હતો અને તા.5 મે, 2025 ના રોજ ચુકાદો આવ્યો હતો. જેમાં ગુનો સાબિત ના થતા કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા.

આ ગુનામાં સંડોવાયેલા પૈકી સહેજાદ ઉર્ફે બિલાલ ઇકબાલભાઇ વ્હોરા અને શાહરૂખભાઇ ઇકબાલભાઇ વ્હોરાની પાદરા ટાઉનના રામજી કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં દુકાન આવેલી છે. આ કોમ્પ્લેક્ષમાં બીજા માળે મારી ઓફિસ આવેલી છે. મારા વકીલ મિત્ર કિરીટ પટેલને આરોપીએ પુછ્યું હતું કે, ઉપર ઓફિસ આવેલી છે, તે દિપકભાઇ વકીલ ક્યાં છે, તેને મર્ડર કેસમાં ચાર્જશીટ કરવાનો બહું શોખ હતો. 

ત્યાર બાદ 30, મે ના રોજ સાંજે હું ઓફિસથી પાદરા કોર્ટ તરફ જતો હતો હતો ત્યારે શહેજાદ જોડે એક નજર થઇ જતા તેણે કહ્યું કે, તું મને શું જુએ છે, જેથી હું તેની દુકાને ગયો ત્યારે શાહરૂખ, તેના પિતા ઇકબાલભાઇ અને અન્યએ ગાળો આપી તે અમારા કેસમાં બહુ રસ લીધો છે, આ કેસમાં રાખેલા પંચો અને સાહેદોને પણ હવે હું જોઇ લઇશ. અમે ચાહીએ તો તને કોર્ટમાં આવીને કે તારી ઓફિસમાં આવીને જાનથી મારી નાંખીશું. આ અંગે બિલાલ ઇકબાલભાઇ વ્હોરા, શાહરૂખભાઇ ઇકબાલભાઇ વ્હોરા, અને ઇકબાલ અબ્દુલભાઇ વ્હોરા (રહે. પાદરા ટાઉન, પાદરા,વડોદરા ગ્રામ્ય) વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :