અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી, શહેરમાં 12 કલાકમાં હત્યાના 3 બનાવોથી ચકચાર
હત્યાના બનાવોની તપાસમાં ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાંચ પણ જોડાઈ
અમદાવાદઃ (Ahmedabad) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બેફામ પણે કથળી રહી છે. (Police)લોકોમાં પોલીસનો હવે ડર રહ્યો નથી. ચોરી અને લૂંટ સહતિ હત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. ત્યારે શહેરમાં એક જ રાતમાં ત્રણ ત્રણ હત્યાના બનાવોથી ચકચાર મચી જવા પામી છે. આ બનાવી તપાસમાં શહેરના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચ જોડાઈ છે. (crime news)શહેરમાં તહેવારોના સમયે જ આ પ્રકારની ગુનાખોરી વધતાં લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. (Law and order)લોકોને ગુનેગારો તરફથી કોઈ મુશ્કેલી ન થાય તે માટેના પ્રયાસ કરવા માટે પોલીસ એક્શનમાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
શહેરમાં એક જ રાતમાં ત્રણ ત્રણ હત્યાઓના બનાવ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રિવરફ્રન્ટના ભાગમાં મોડી રાતે યુવકને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જ્યારે શાહપુર વિસ્તારમાં પણ એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. તે ઉપરાંત વટવામાં ઝઘડાને લઈ મહિલાનું ગળુ દબાવી હત્યા કર્યાની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા સ્મિત નામના યુવકની હત્યા કરાયેલી લાશ રિવરફ્રન્ટ વેસ્ટના વાડજ તરફના ભાગ પાસેથી મળી આવી હતી. વહેલી સવારે પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે, રિવરફ્રન્ટના બાંકડા પાસે એક યુવકની લાશ પડી છે, ત્યાં જઈને તપાસ કરતા યુવકની કોઈએ ગોળી મારીને હત્યા કરી હતી. બીજા બનાવમાં શાહપુર વિસ્તારમાં રિવરફ્રન્ટ પાસે એક 24થી 25 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી છે.