Get The App

જૂનાગઢના ગિરનારમાં સિંહદર્શન માટે નેચર સફારી પાર્કનો પ્રારંભ

- ઈન્દ્રેશ્વરથી પાતુરણ વચ્ચેના ૧૩ કિ.મી. વિસ્તારના રૂટ પર થશે સિંહ દર્શન

- રોજ સવારે ચાર અને બપોર બાદ ચાર પરમીટ અપાશે

Updated: Jan 27th, 2021

GS TEAM


Google News
Google News
જૂનાગઢના ગિરનારમાં સિંહદર્શન માટે નેચર સફારી પાર્કનો પ્રારંભ 1 - image


જૂનાગઢ, તા. 27 જાન્યુઆરી 2021, બુધવાર

જૂનાગઢના ગિરનાર જંગલમાં ઈન્દ્રેશ્વર નાકાથી પાતુરણનાકા સુધીના ૧૩ કિ.મી.ના રૂટ પર સિંહ દર્શન માટે નેચર સફારી પાર્કનો પ્રારંભ થયો છે. રોજ સવારે ચાર અને બપોર બાદ ચાર પરમીટ અપાશે. એક જીપ્સીમાં છ પ્રવાસી અને એક બાળક જઈ શકશે. આમ પ્રવાસીએ હવે સાસણ ઉપરાંત ગિરનાર જંગલ વિસ્તારમાં પણ સિંહદર્શન કરી શકશે.

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર જંગલમાં પણ સાસણની જેમ સિંહદર્શન શરૂ થાય તે માટે ઘણા સમયથી રજૂઆતો થતી હતી. પૂર્વ મેયર જીતુભાઈ હીરપરા, સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રવાસનને વેગ મળે તે માટે સરકારને રજદૂઆતો કરી હતી. સરકારે મંજૂરી પણ આપી હતી. પરંતુ આ બાબત કોર્ટમાં જતા સિંહદર્શનની બાબત મૌકુફ રહી હતી. તાજેતરમાં ગિરનારમાં સિંહદર્શન શરૂ કરવા અંગેની કાયદાકીય અડચણો દૂર થતા સરકારે મંજૂરી આપી હતી. તા.૨૦નાં જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધારાસભ્યએ કરેલી રજૂાતના પ૩ત્યુતરમાં આ મુદે હુકમ થઈ ગયાનું જણાવ્યું હતું. 

આ દરમ્યાન ગઈકાલે ૨૬ જાન્યુ.ના પ્રજાસત્તાક પર્વ નિમીતે સ્થાનિક વનતંત્ર દ્વારા ઉચ્ચકક્ષાએથી મળેલી સુચના મુજબ ગિરનાર નેચર સફારી પાર્કનો પ્રારંભ કર્યો હતો. જેમાં પ્રથમ ટ્રીપમાં ત્રણ જીપ્સીમાં ૧૮ જેટલા પ્રવાસીઓ સિંહદર્શન માટે ગયા હતાં અને તેઓને જતી વખતે તથા આવતી વખતે ચાર સિંહ જોવા મળ્યા હતા.

આ અંગે જૂનાગઢ વનવિભાગના નાયબ વનસંરક્ષકે જણાવ્યું હતું કે, હાલ ગિરનાર જંગલના ઈન્દ્રેશ્વર વનવિસ્તારથી જાંબુડી અને પ્રાતુરણ વનવિસ્તાર જવાના ૧૩ કિ.મી. અને આવવાના ૧૩ કિ.મી. મળી કુલ ૨૬ કિ.મી.ના રૂટ પર નેચર સફારી શરૂ કરવામાં આવી છે.

હાલ રોજ સવારે ચાર અને બપોર બાદ ચાર મળી કુલ આઠ પરમીટ આપવામાં આવશે. એક જીપ્સીમાં છ પ્રવાસી તથા એક બાળક સિંહદર્શન માટે જઈ શકશે.હાલ ગિરનાર નેચર સફારી પાર્કની શરૂઆતમાં આઠ પરમીટને મંજૂરી મળી છે. આગામી દિવસોમાં આ સંખ્યા વધે એવી પણ શક્યતા છે. 

આમ સિંહ જોવાના શોખીન પ્રવાસીઓ સાસણ ઉપરાંત ગિરનાર જંગલ વિસ્તારમાં પણ સિંહ દર્શનની મજા માણી શકશે.

Tags :