Get The App

વડોદરામાં તાંદલજાના સંતોષ નગરમાં સસ્તા અનાજની દુકાનમાં મોડી રાત્રે ચેકિંગ

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં તાંદલજાના સંતોષ નગરમાં સસ્તા અનાજની દુકાનમાં મોડી રાત્રે ચેકિંગ 1 - image

image : File photo

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તાંદલજા ખાતે સંતોષ નગરમાં આવેલી સસ્તા અનાજની સરકારી દુકાન પર મહેસાણા પુરવઠા વિભાગની ટીમે મોડી રાત્રે ચેકિંગ શરૂ કરતા અનાજના જથ્થા સહિત જરૂરતમંદોને આપેલા અનાજ-કઠોળના અનેક ગેરરીતિઓ હોવાની આશંકા સિવાય રહી છે. તાંદલજા વિસ્તારમાં સસ્તા અનાજની આ દુકાન સૌથી મોટી હોવાનું માનવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે તાંદળજા વિસ્તારના સંતોષ નગરમાં સસ્તા અનાજની દુકાન સૌથી વધુ ગ્રાહકો ધરાવતી હોવાનું કહેવાય છે. આ દુકાન સંચાલક દ્વારા અનાજનો પુરવઠો જરૂરત મંદોને અનિયમિત રીતે મળતો હોવાની વારંવાર ફરિયાદો ઉઠી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ ફરિયાદોના આધારે મહેસાણા પુરવઠા વિભાગની ટીમે ગઈ રાત્રે અચાનક દરોડો પાડયો હતો.  જેમાં અનાજનો પુરવઠો અને સ્ટોક પત્રકમાં ગેરરીતિઓ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ગ્રાહકોને પણ પ્રતિ માસ અપાતો અનાજનો જથ્થો પણ નિયમિત રીતે મળતો નહીં હોવાની ફરિયાદો ઉઠી હતી.

Tags :