Get The App

વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં સમા તળાવ પાસે મોડી રાત્રે અકસ્માત : બાઈક સ્લીપ થતા સગીરનું મોત 1 - image

Vadodara Accident : વડોદરા શહેરના સમા તળાવ પાસે મોડી રાત્રે બાઇક સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતા એક સગીરનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

 કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં ગડેશ્વર હનુમાનજી મંદિર પાસે રહેતા મૃતક હિતેન્દ્રના મોટાભાઈ રાહુલએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પિતા રાજુભાઈ સવાભાઈ પરમાર ભંગારનો વેપાર કરે છે. ગઈકાલે રાત્રે જમીને હિતેન્દ્ર ઘરની બહાર નીકળ્યો હતો. રાત્રે ઘરે પરત ન આવતાં ફોન કરતા રાત્રે 12:38 વાગ્યે હિતેન્દ્રએ ફોન ઉપાડીને કહ્યું કે, થોડીવારમાં ઘરે આવું છું, પરંતુ તે ન આવતાં ફરી 1:29 વાગ્યે ફોન કરતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ફોન ઉપાડ્યો અને જણાવ્યું કે, આ ફોનના માલિકનો સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલાં અકસ્માત થયો છે અને તે મૃત્યુ પામ્યો છે.

 રાહુલ અને બીજો ભાઈ રોહિત તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં હિતેન્દ્ર માથાની ગંભીર ઈજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ગંભીર અકસ્માત સમા તળાવ સર્કલથી ઊર્મિ બ્રિજ તરફ જતા રસ્તા પર થયો હતો. સમા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.