સુરતમાં BRTS-સિટી બસના ૬ વર્ષમાં ૧૧૬ અકસ્માત, ૪૪ના મોત
ડ્રાઇવરોને ટ્રેનિંગ બાદ પણ અકસ્માતોનું પ્રમાણ ઘટતું નથીઃ તંત્ર કહે છે, ખાનગી વાહનો અકસ્માત કરે તો પણ ફરિયાદ મ્યુનિ.ની બસના નામે જ નોંધાય છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર સુરત મ્યુનિ. વિસ્તારમા ંદોડતી સીટી અને બીઆરટીએસ બસના કારણે છેલ્લા એક સપ્તાહમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું હોવાથી ફરીથી આ સેવા સામે વિવાદ ઉભો થયો છે. સીટી અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો બેફામ બસ દોડાવતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે મ્યુનિ. તંત્રએ ફરી અકસ્માત પર બ્રેક લગાવવા માટેના પ્રયાસ શરૃ કર્યા છે. સુરત મ્યુનિ. વિસ્તારમાં ૨૦૧૩માં સીટી અને બીઆરટીએસ બસની સેવા શરૃ થઈ છે. મ્યુનિ.એ બસ સેવા શરૃ કરી ત્યારથી અત્યાર સુધીમાં ૧૧૬ અકસ્માત થયાંનું મ્યુનિ. ચોપડે નોંધાયું છે. આ અકસ્માતમાં ૪૪ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. મ્યુનિ.ના ચોપડે સીટી અને બીઆરટીએસ બસની અડફેટમાં ૧૧૬ અકસ્માત અને ૪૪ મૃત્યુ નોંધાયા છે. જ્યારે પોલીસ ચોપડે બીઆરટીએસ અને સીટી બસના નામે નોંધાયેલા અકસ્માતની સંખ્યા વધુ છે. આ અંગે મ્યુનિ. તંત્ર કહે છે, બીઆરટીએસ રૃટમાં ખાનગી વાહન અકસ્માત કરી ભાગી જાય અથવા અન્ય બસ અકસ્માત કરે તો પણ પોલીસ ફરિયાદ મ્યુનિ.ની બસના નામે જ નોંધાય છે. અનેક કિસ્સામાં પાલિકાએ પોલીસમા ંજાણ કરીને અકસ્માત સીટી કે બીઆરટીએસ બસ દ્વારા કરવામાં આવ્યો નથી તેવું લેખિતમાં જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ સીટી બસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો પણ બેફામ બસ દોડાવતાં હોવાની ફરિયાદ પણ વધી રહી છે. મ્યુનિ. તંત્રએ અકસ્માત અટકાવવા માટે ડ્રાઈવરોને ટ્રેનીંગ આપી છતાં પણ અકસ્માત સતત થઈ રહ્યાં હોવાથી આ વિષય મ્યુનિ. માટે ચિંતાનો વિષય બન્યો છે. અકસ્માત રોકવાના મ્યુનિ. પાલિકાના પ્રયાસ અપુરતા થઈ રહ્યાં હોવાથી આ પ્રયાસમાં વધારો કરવા કરવામાં આવશે. ર