Get The App

લેસર શો,સાઉન્ડ શો યોજાશે, કાંકરિયા ખાતે ૨૫ ડિસેમ્બરથી કાર્નિવલ, ૬ કરોડનો ખર્ચ કરાશે

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ત્રણ અલગ અલગ સ્ટેજ ઉપર યોજવામા આવશે

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
લેસર શો,સાઉન્ડ શો યોજાશે, કાંકરિયા ખાતે ૨૫ ડિસેમ્બરથી કાર્નિવલ, ૬ કરોડનો ખર્ચ કરાશે 1 - image

       

 અમદાવાદ,ગુરુવાર,11 ડિસેમ્બર,2025

અમદાવાદમાં ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. ત્રણ અલગ અલગ સ્ટેજ ઉપરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામા આવશે.લેસર અને સાઉન્ડ શો યોજાશે. કોર્પોરેશન  કાર્નિવલ માટે છ કરોડ રુપિયાનો ખર્ચ કરશે.

૨૫ ડિસેમ્બર સાંજથી શરુ થનારા કાર્યક્રમને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ, ગુજરાતના ખ્યાતનામ કલાકારોના ડાયરા જેવા કાર્યક્રમ ઉપરાંત રોજ સવારે મેડીટેશન અને બપોરે યોગા ઝુમ્બા થશે. આ ઉપરાંત ફુડ કોમ્પિટીશન, નેલ આટર્સ કોમ્પિટીશન, મહેંદી કોમ્પિટીશન તથા નાના બાળકો માટે લેખન સહીતની વિવિધ સ્પર્ધા યોજાશે.કાર્નિવલમાં વિના મૂલ્યે લોકોને પ્રવેશ અપાશે.આ ઉપરાંત ડ્રોન શો, મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના બાળકો દ્વારા યોગ અને પીરામીડ નિર્દેશન, વંદે માતરમ ઉપર નૃત્ય પ્રસ્તુતિ સહીતના અન્ય આકર્ષણ પણ રાખવામા આવ્યા છે.