પેથાપુરની વસાહતમાં બિનવારસી કારમાંથી મોટો વિદેશી દારૃનો જથ્થો પકડાયો
જિલ્લામાં વધતી જતી દારૃની હેરાફેરી વચ્ચે
પોલીસે બુટલેગર સામે ગુનો દાખલ કરી ૬.૪૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો
રાજ્યમાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃ
ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ દારૃના જથ્થાને પકડવા માટે દોડધામ
કરવામાં આવી રહી છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન
બાતમી મળી હતી કે, પેથાપુરની
શ્રીનાથ સોસાયટીના પાકગમાં એક નંબર વિનાની સફેદ કલરની અર્ટીગા કારમાં વિદેશી દારૃ
મુકી રાખવામાં આવ્યો છે. જેથી ટીમ પાકગમાં પહોંચી હતી. તે સમયે એક સફેદ કલરની કાર
જોવા મળતા તેની પાસે પહોંચ્યા હતા અને કારની અંદર નજર કરતા પૂંઠાના બોક્સ જોવા
મળતા હતા. જેથી કારના દરવાજા ચેક કરતા ચાલક તરફનો દરવાજો ખુલ્લો જોવા મળતા અંદર
નજર કરતા વિદેશી દારૃ જોવા મળ્યો હતો. જેથી તમામ બોટલ સહિતની ગણતરી કરતા નાની મોટી
દારૃ અને બિયરની ૪૩૧ બોટલ મળી આવી હતી. ૧.૪૪ લાખ રૃપિયાનો દારૃ અને કાર મળી ૬.૪૪
લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર પેથાપુરના પ્રદીપસિંહ ઉર્ફે પીન્ટુ દિલીપસિંહ
વાઘેલા સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.