Gujarat

ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો

By GS TEAM
5 Dec 20251 min read
TukuTouch Logo
સૂર્યાસ્ત થતાંની સાથે જ આ ગાર્ડનમાં સામાજિક તત્વોનો અડ્ડો બની જતા હોવાની ફરિયાદ, સફાઈના અભાવે ઠેર-ઠેર ગંદકીના ઢગ, મુલાકાતિઓ દૂર ભાગી રહ્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો

Surat : સુરત મહાનગરપાલિકાએ ગાર્ડન માટે અનેક નીતિ નિયમો બનાવ્યા છે પરંતુ તે ફાઈલમાંથી બહાર આવતાં ન હોવાથી સુરતનો ઐતિહાસિક ગાંધીબાગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. હાલ સુરત સહિત ગુજરાતમાં દારૂના મુદ્દે રાજકારણ ચાલી રહ્યું છે એવા સમયે ગાંધીબાગના કચરાના ઢગમાં દારૂની સંખ્યાબંધ બોટલો અને ખાલી સિરીંજ મળી આવતા નવો વિવાદ ઊભો થયો છે. 

સુરતના ચોક બજાર વિસ્તારમાં અંગ્રેજોના સમયે બનેલો ગાંધી બાગ પહેલાં સુરતની શાન ગણાતો હતો. પરંતુ તબક્કાવાર આ બાગની જાળવણીમાં પાલિકા તંત્ર નિષ્ફળ ગયું છે જેના કારણે આ ભાગ હવે ઉકરડો બની ગયો છે. આ બાગની યોગ્ય સફાઈ થતી ન હોવાથી અનેક જગ્યાએ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. આ કચરાના ઢગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલો ફેંકવામાં આવી છે. આ ઉપરાંત ખાલી સિરીંજનો જથ્થો પણ આ કચરાના ઢગમાં ફેકાતો હોવાથી ડ્રગ્સનું સેવન થતું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. મુલાકાતિઓ આક્ષેપ કરે છે કે આ ગાર્ડનમાં સાંજ થતાની સાથે જ અસામાજિક તત્વોનો જમાવડો થાય છે. તેઓ દારૂ તથા અન્ય નશાકારક વસ્તુનું સેવન કરી રહ્યા છે. જેને કારણે મુલાકાતિઓ દૂર થઈ રહ્યા છે. જો પાલિકા તંત્ર અને પોલીસ આંકડા પગલાં નહીં ભરે તો આ ગાર્ડન પાલિકા અને લોકો માટે આફત બની શકે તેમ છે.