સે-૮માં માર્ગો પાસે વરસાદમાં જમીન બેસી જવાથી ભૂવા પડયા
યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતા
તાજેતરમાં પડેલા વરસાદના પગલે પાણી ભરાતા ખાડા પડવાથી સ્થાનિક રહેવાસીઓે ત્રાહિમામ
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.ત્યારે ઘણા વિસ્તારમાં યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતા તાજેતરમાં થયેલા કમોસમી વરસાદમાં ખાડા મુસીબત બન્યા છે. પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં થતાં સ્થાનિક રહીશોની હાલત કફોડી બની જવા પામી છે.તો અવરજવર કરવામાં પણ હેરાન પરેશાન થવાની નોબત આવી છે.તો ઘણી જગ્યાએ જમીન બેસી જવાના કારણે હાલમાં ભુવા પડી રહ્યા છે.
પાટનગર સહિત જિલ્લામાં બદલાયેલા વાતાવરણના પગલે છેલ્લા
બે-ત્રણ વરસાદી માહોલ જામ્યો હોય તે પ્રકારે કમોસમી વરસાદ પડયો હતો. ત્યારે ઘણા
વિસ્તારમાં વરસાદી પાણી આફત બની રહ્યા હોય તે પ્રકારે ઠેરઠેર ભરાઈ જવાના કારણે
સ્થાનિક રહીશો પરેશાન થઈ ગયા હતા.કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ સેક્ટર-૮માં થોડા
દિવસ અગાઉ પાઇપલાઇનની કામગીરી શરૃ કરવામાં આવી હતી.તે પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે
પુરાણ કરવામાં નહીં આવતા આંતરિક વિસ્તારોમાં તાજેતરમાં થયેલા વરસાદના પગલે જમીન
બેસી જવાના કારણે ભુવા પડી જતા પાણી ભરાઈ ગયા હતા.જેના પગલે રહીશોને અવર-જવર
કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તો માર્ગોની આસપાસ ખાડા પડી જવાની
સમસ્યા સર્જાઈ છે. માર્ગોની આસપાસ તેમજ ઘરના આંગણે પાણી ભરાઈ જવાના કારણે મોટા
ખાડા પડી જવાના કારણે પણ રહીશોને હેરાન થવું પડે છે.તંત્ર દ્વારા યોગ્ય રીતે
સમારકામ કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે. હાલમાં
ઠેકઠેકાણે ભુવા પડી જવાના કારણે રહીશોની હાલત કફોડી બની જવા પામી છે.તો બીજી તરફ
જમીન બેસી જવાના કારણે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા ચાલકોને પણ પરેશાન થવું પડે છે.