Gujarat

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત

By GS TEAM
10 Oct 20251 min read
TukuTouch Logo
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 27 લોકોના મોતના નીપજ્યા હતા. ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને મળ્યા જામીન, SCએ આપી રાહત

Rajkot TRP Game Zone Incident: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 27 લોકોના મોતના નીપજ્યા હતા. ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકોના મોત થયા હતા. અગ્નિકાંડ કેસ મામલે સુપ્રીમ કોર્ટે અગાઉ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા હતા. જ્યારે વધુ એક જમીન માલિક કિરીટસિંહ જાડેજાના વકીલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આરોપીના જામીન મંજૂર કરતો હુમકો કર્યો છે.

આ પણ વાંચો: સુરત: પાલિકાના લિંબાયત ઝોનની નબળી કામગીરીને પગલે બે માળની બિલ્ડિંગ નમી ગઈની ફરિયાદ

તમને જણાવી દઈએ કે, સમગ્ર ગુજરાતને હચમચાવનાર આ ગોઝારો અગ્નિકાંડ ગઈ તા. 25-5-2024 ના રોજ સર્જાયો હતો. જેમાં 27 નિર્દોષ લોકો ભડથું થઈ ગયા હતા. તપાસના અંતે પોલીસે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ વિરૂધ્ધ ગઈ તા.24-7-2024 ના રોજ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પોલીસે સાર્જશીટ ફાઈલ કરી હતી.