Gujarat

જમીનનો સોદો કેન્સલ કર્યા બાદ પણ ત્રાસ આપતા જમીન માલિકનો આપઘાત

By GS TEAM
11 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરામાં વાઘોડિયાની કમલાનગર સોસાયટીના યુવકે સુસાઇડ નોટ લખી ફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બનાવમાં જમીનનો સોદો જમીન ખરીદનારે કેન્સલ કરતા હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોધ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જમીનનો સોદો કેન્સલ કર્યા બાદ પણ ત્રાસ આપતા જમીન માલિકનો આપઘાત

Vadodara : વડોદરામાં વાઘોડિયાની કમલાનગર સોસાયટીના યુવકે સુસાઇડ નોટ લખી ફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બનાવમાં જમીનનો સોદો જમીન ખરીદનારે કેન્સલ કરતા હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોધ્યો હતો.

 વાઘોડિયામાં કમલા નગર ખાતે રહેતો ધર્મેશ પરમારના પિતાનું થોડા મહિના પહેલાં અવસાન થયું હતું. વાઘોડિયા ગામની સીમમાં જીઆઇડીસી નજીક ગુરુકુલ સ્કૂલ પાછળ આવેલ તેમની સંયુક્ત માલિકીની જમીન

વેચાણ આપવા માટે ધર્મેશે તમામ ખાતેદારો વતી ટ્વિક્લભાઈ ઉર્ફે ટીકાભાઈ ઠાકોર (રહે. વિષ્ણુધામ સોસાયટી ડભોઈ) (હાલ રહે.વડોદરા) સાથે જમીનની ઉચ્ચક કિં.રૂા.58 લાખ નક્કી કરી તે અંગેની સોદા પાવતી તા.૩ જુલાઇએ લખી આપી હતી. જેની નોટરી તા.31 જુલાઈએ કરાઈ હતી. પરંતુ મૃતક તેમજ તેના કાકા હરીશભાઈને જાણવા મળેલ કે ટીકાભાઈ બરાબર વ્યક્તિ નથી. જેથી મૃતક અને તેના કાકાએ જમીન વેચાણ આપવાનો સોદો કેન્સલ કરાવવા ટ્વિંકલને જણાવતાં તેણે સોદો કેન્સલ કરેલ નહીં. અને સોદા પાવતીમાં આપેલ રકમ ઉપરાંત કુલ રૂા.5 લાખ જેટલી રકમની માંગણી કરી દાદાગીરી કરતા હોવાથી ધર્મેશ કંટાળી ગયેલ. 

ટ્વિંકલના ત્રાસે તેને મરવા માટે મજબૂર કરતાં ઘરના પ્રથમ માળે આવેલા તેના રૂમમાં તેણે ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. સવારે માતા ધર્મેશને ઉઠાડવા જતાં તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં બૂમાબૂમ કરતાં આસપાસના લોકોએ આવી વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેના આધારે વાઘોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.