૨૪ વર્ષ અગાઉ ગેરરીતી આચરી જમીન મેળવી હતી, સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં કંપની, લીઝ કરારનો પણ ભંગ
પ્લાન પાસ કરાવ્યા વગર ગેરકાયદે બાંધકામ સ્કૂલ સત્તાવાળાઓએ કર્યુ, અધિકારીઓએ ઈમ્પેકટ હેઠળ મંજૂરી પણ આપી દીધી છે
અમદાવાદ,સોમવાર,1
સપ્ટેમબર,2025
ખોખરા વોર્ડમાં આવેલ સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન ટ્રસ્ટ નહીં
પરંતુ કંપની એકટ હેઠળ નોંધાયેલી કંપની હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ૨૪ વર્ષ અગાઉ
એમ.ઓ.યુ.કરી ગેરરીતી આચરીને ૯૯ વર્ષના ભાડા પટ્ટે ૧૦૪૬૫ ચોરસમીટર જમીન મેળવાઈ
હતી.જે તે સમયે લીઝ કરાર કરાયા હતા. જેનો પણ ભંગ કરાયો છે.ઉપરાંત પ્લાન પાસ
કરાવ્યા વગર વર્ષ-૨૦૨૩માં સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ કરાયુ હતુ. આ ગેરકાયદે
બાંધકામને વર્ષ-૨૦૨૪માં પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા મંજૂર પણ કરાયુ છે.આ
મામલે જે તે સમયે કોર્પોરેશનમાં ફરજ
બજાવતા અધિકારીઓ અને રાજકારણીઓની ભૂમિકા અંગે તપાસ કરાશે એમ આધારભૂત સૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.
ખોખરા વોર્ડમાં આવેલ ટી.પી.સ્કીમ નંબર-૨૫નો ફાયનલ પ્લોટ
નંબર-૭૦૯ સ્કૂલ હેતુ માટે રીઝર્વ રાખવામાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ
હતો. સ્કૂલના હેતુ માટે ૧૦૪૬૫ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ હતો.૪
ઓકટોબર-૨૦૦૧ના દિવસે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સેવન્થ-ડે સ્કૂલના
સંચાલકોને આ જગ્યા આપી દેવા માટે ઠરાવ મંજૂર કરાયો હતો.જે પછી ૨૨ જાન્યુઆરી-૨૦૦૨ના
રોજ મળેલી કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં આ પ્લોટ
આપવા ઠરાવ મંજૂર કરાયો હતો. જે તે સમયે આ સ્કૂલના સંચાલકો પાસેથી રુપિયા ત્રણ લાખ
અર્નેસ્ટ મની ડિપોઝીટ, પ્રિમીયમ
ડિપોઝીટ તરીકે રૃપિયા વીસ લાખ તથા પ્રિમીયમની રકમ તરીકે રુપિયા ૧.૧૩ કરોડ મળી રુપિયા
૧.૩૬ કરોડ કોર્પોરેશને વસૂલ કર્યા હતા.૧૨ જાન્યુઆરી-૨૦૦૧ના રોજ કોર્પોરેશને
જગ્યાનુ પઝેશન આપ્યુ હતુ.૧૩ ઓકટોબર-૨૦૦૩ના રોજ લીઝ ડીડ કરવામાં આવ્યુ હતુ.
ખોખરાના કોર્પોરેટર કમલેશ પટેલ દ્વારા કોર્પોરેશન પાસે આ પ્લોટને લઈ વિગત માંગવામાં
આવી હતી.જેમાં સેવન્થ ડે સ્કૂલ એજયુકેશન
ટ્રસ્ટ નહીં પરંતુ ઈન્ડીયા ફાયનાન્સીયલ એસોસિસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટીસ્ટને
કોર્પોરેશને આ જગ્યા ૯૯ વર્ષના લીઝ પેટે આપી હોવાની વિગત ખુલી હતી.એસ્ટેટ કમિટીના
ચેરમેન પ્રતિશ મહેતાએ કહયુ,
દેખીતી રીતે કોર્પોરેશનની મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયુ.જે પછી
કોર્પોરેશનના અધિકારીઓએ ગૃડા અંતર્ગત ૧ જુન-૨૩ના રોજ સ્કૂલ તરફથી ઈમ્પકેટ અંતર્ગત અરજી કરાઈ જેને ૨૦ ફેબુ્આરી-૨૪ના રોજ
મંજૂરી આપી છે.આ બાબતને લઈ અમે માંગણી કરી છે કે,લીઝ કરારનો ભંગ થયો છે કે કેમ? ગેરકાયદેસર
બાંધકામની કોણે મંજૂરી આપી તે તમામ માહીતી લેખિતમાં આપો.જે આવે તે પછી નિર્ણય
કરીશુ કે આગળ શું કાર્યવાહી કરવી?