Get The App

રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
રાયસંગપરમાં એક જ પરિવારના 10 સભ્ય પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો 1 - image

કલેક્ટરના આદેશ બાદ મુળી પોલીસે કાર્યવાહી હાથ ધરી

માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી રહેણાક બાંધકામ કરતા ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના રતનપર ખાતે રહેતા મહેન્દ્રસિંહ જોરૃભા પરમારની માલિકીની મુળી તાલુકાના રાયસંગપર ગામે આવેલી જમીન પર છેલ્લા કેટલાય સમયથી રાયસંગપરના જખાણીયા પરિવારે ઝૂંપડા બાંધી રહેણાક બાંધકામ બનાવ્યું હતું.

જમીન માલિકે આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કબજો ખાલી કરવામાં નહીં આવતા જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી સાથે પિતાની માલિકીના પુરાવા રજૂ કરી હતી. કલેકટરે લેન્ડ ગ્રેબિંગની અરજીને ધ્યાને લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા મુળી પોલીસે (૧) અર્જુનભાઈ ભગાભાઈ જખાણીયા (૨) દીનુભાઈ ભગાભાઈ જખાણીયા (૩) મુકેશભાઈ ભગાભાઈ જખાણીયા (૪) સુરેશભાઈ ભગાભાઈ જખાણીયા (૫) હરેશભાઈ ભગાભાઈ જખાણીયા (૬) ચંદાભાઇ ભગાભાઈ જખાણીયા (૭) રેવાભાઇ ઉર્ફે નાનજીભાઈ ગાંડાભાઈ જખાણીયા (૮) કરસનભાઈ નાનુભાઈ ઉર્ફે નાનજીભાઈ જખાણીયા (૯) મનસુખભાઈ નાનુભાઈ જખાણીયા તથા (૧૦) ગગજીભાઈ નાનુભાઈ જખાણીયા વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.