Get The App

રામવાવની ચાર મહિલા સહિત 22 દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Updated: Dec 10th, 2024

GS TEAM

Google News
Google News
રામવાવની ચાર મહિલા સહિત 22 દબાણકારો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ 1 - image

ગૌચરમાં વાવેતર અને પાણીના ટાંકાઓ બનાવી જમીન પચાવી પાડી હતી

સ્થાનિક અરજદારની વારંવારની રજુઆત બાદ તાલુકા વિકાસ અધિકારીની તપાસ અને કલેક્ટરના હુકમ બાદ લેન્ડ ગ્રેબિંગ

ભુજ: રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર  થયેલી જમીન ઉપર વ્યાપક  પ્રમાણમાં કાચા પાકા દબાણો થઈ ગયા હોવાના આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક શિવુભા જાડેજા દ્વારા  છ વર્ષથી લડત ચલાવવામાં આવી રહી છે. દબાણો દૂર કરવા તંત્ર દ્વારા પ્રશ્રના ઉકેલ માટે તૈયારી પણ દર્શાવવામાં આવી હતી, જોકે તેમ છતાં તમામ દબાણો દૂર ના થતા અરજદારે ગાયો ના ચારિયાન માટેની લડત ચાલુ રાખતા હવે ખુદ ગ્રામ પંચાયત દ્વારા આ મામલે એક સામટા ૨૨ વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

રામવાવ ગામના ઈન્ચાર્જ તલાટી હિતેન્દ્ર પ્રજાપતિએ કલેકટરના હુકમના આધારે રાપર પોલીસમાં આપેલી ફરીયાદ અનુસાર રામવાવ ગામની ગૌચર  વાળી જમીન ઉપર રામવાવ ગામના ગ્રામ જનો દ્રારા દબાણ કરેલ હોવાથી, આ દબાણ દુર કરવા  માટે રામવાવ ગામના શિવુભા દેશળજી જાડેજાએ તાલુકા પંચાયત કચેરી રાપર ખાતે અરજી કરી હતી. જે અંતર્ગત રાપર તાલુકા પંચાયત કચેરીએ રામવાવ ગ્રામ પંચાયત ને દબાણ દુર કરવા માટે હુકમ કરતા રામવાવ ગ્રામ પંચાયતે આ દબાણ વાળી જગ્યાની માપણી માપણી કરાવતા આ ગૌચર નીમ વાળી જગ્યા માં કુલ્લ ૩૦ જેટલા દબાણો હોવાની અરજી મળતા તેની વહીવટી તપાસ બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્ર્યવાહી હાથ ધરવા ફરિયાદ દાખલ કરાઈ હતી. 

વહિવટી  તંત્રની સ્થળ તપાસમાં ૨૨ દબાણકારોએ ગૌચર  વાળી જમીન ઉપર વાવેતર તથા પાણીના ટાંકાઓ બનાવી દીધા છે તેમજ દબાણ વાળી જગ્યાની ફરતે વાડ ગેરકાયદેસર રીતે વાડ બનાવી કબ્જો કરી સરકારી ગૌચર જમીન પચાવી પાડતા હોય આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે રામવાવ ગામે ગૌચર જમીન દબાણ વિરુદ્ધ ગામના શિવુંભા દેશળજી જાડેજાએ અનેક વખત લેખિત તેમજ આંદોલન ની લડત ચલાવી જમીન મુક્ત થવા રજૂઆતો કરી હતી. આખરે કલેકટર કચેરીના આદેશથી અત્યારે ૨૨ લોકો સામે સરકારી જમીન દબાણ ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 

ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડવાનાં હેતું થી જમીન પર વાવેતર કરી અને પાણીનાં ટાંકાઓ બનાવી તેમજ ચારેય બાજુ બાવળની વાડ કરી ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. જેથી ફરિયાદીએ તમામ ૨૨ ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રે્બિંગ એક્ટ સહીતની કલમો હેઠળ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દબાણકારોની નામાવલિ

સામા લાલા મણવર, કાના ભચુ વરચંદ, વસરામ હીરા વરચંદ, રેણા હીરા વરચંદ,ગોવિંદ ભુરા વરચંદ, ઈશા અભરામ  માંજોઠી, લખમણ વાલા ઢીલા, સવા પેથા વરચંદ, માદેવા પેથા વરચંદ, માદેવા ધના મણવર, સવીતાબેન ભચુ સથવારા,  સામા નારણ વરચંદ, ધારા પાંચા વરચંદ, પચાણ ભુરા સોનારા, સામા હભુ સોનારા, ડાયા બેચરા વરચંદ,  સાજણ ગોપારા વરચંદ, રામા ધના સોનારા, ધારા ધના સોનારા, મોહન સામા રણમલ સોનારા,  પચાણ સાજણ વરચંદ, પેથા હીરા વરચંદ.