Gujarat

સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

By GS TEAM
10 Feb 20262 mins read
સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- બાકરોલના આત્મીય આર્કેડના ચોથા માળે ફ્લેટ કરીદ્યો હતો

-  દંપતી વિરુદ્ધ અરજી કરતા કલેક્ટરે તપાસ કર્યા બા  વિદ્યાનગર પોલીસને ગુનો  દખલ કરવા હુકમ કર્યો 

આણંદ : આણંદ પાસેના બાકરોલના આત્મીય આર્કેડ ફ્લેટના ચોથા માળે આવેલા ફ્લેટ બાકરોલ આત્મીય વિદ્યાધામના સેવાકીય કાર્યો માટે ટ્રસ્ટે ખરીદ્યા બાદ એક દંપતીએ આ ફ્લેટ ઉપર ગેરકાયદેસર કબજો કરી મિલકત પચાવી પાડતા વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. પોલીસે ગેરકાયદે મિલકત પચાવી પાડનાર દંપતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના અલકાપુરી ખાતે રહેતા જયંતકુમાર મહાદેવ પ્રસાદ દવે નિવૃત જીવન ગુજારે છે અને હરિધામ સોખડા મંદિરના સેક્રેટરી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ટ્રસ્ટની ધામક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે વિચરણ કરતા સાધુ-સંતોના ઉતારા માટે સંસ્થા દ્વારા જુદા જુદા શહેરો અને ગામોમાં ફ્લેટ અને મકાનની ખરીદી કરેલી છે. આણંદ પાસેના બાકરોલ ખાતે આત્મીય આર્કેડના ચોથા માળે આવેલા ફ્લેટ શ્રી હરી આશ્રમના નામે વેચાણે રાખવામાં આવ્યો છે અને કબજેદાર તરીકે શ્રી હરી આશ્રમ હરિધામ સોખડાનું નામ ચાલે છે. બાકરોલ ખાતે આત્મીય વિદ્યાધામ પરિસરનું નિર્માણ થતાં ધામક સેવાકીય કાર્યો માટે આવતા સંતો અને હરિભક્તોના રાત્રિ રોકાણ માટે ફ્લેટનો ઉપયોગ થતો હતો.

 રમિયાન વિનીત બાબુભાઈ પટેલ અને તેમના પત્ની તોસલબેને આ ફ્લેટમાં પ્રવેશ કરી ગેરકાય કબજો જમાવી વસવાટ શરૂ કરી  દીધો હતો. ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા અવારનવાર વિનિત પટેલને ફ્લેટની ચાવી આપવા સૂચનો આપવા છતાં તેઓ બહાના કાઢતા હતા અને ચાવી આપી ન હતી. ત્યારબા  આ ફ્લેટ મારો છે ખાલી કરવાનો નથી અને ફ્લેટ ખાલી કરાવવા માટે આવશો તો ફરિયા  કરી બધાને જેલમાં પુરાવી  ઈશ તેમ કહ્યું હતું. અવારનવાર સમજાવવા છતાં ફ્લેટનો કબજો પરત ન કરતા આખરે જયંત કુમાર  વેએ  દંપતી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરતા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી વિદ્યાનગર પોલીસને ફરિયા   દાખલ કરવા હુકમ કરતા વિદ્યાનગર પોલીસે વિનીત બાબુભાઈ પટેલ અને તોસલ વિનીત ભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.