SOU હાઈ-સ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં વડોદરાના કેલનપુર ખાતે જમીન સંપાદનની પ્રક્રિયા
Statue Of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા હાઈ-સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા વડોદરાના કેલનપુર ખાતે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વડોદરા-ડભોઇ-એકતાનગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ને જોડતા હાઈ-સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન, જમીન સંપાદન પુનઃસ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શકતા અધિકાર અધિનિયમ-2013 હેઠળ ગુજરાત સરકારે જમીન સંપાદન કરવાનો ઇરાદો જાહેર કર્યો છે. જમીન સંપાદન અંગેની દરખાસ્ત રજૂ થઈ છે ત્યારે ઓછામાં ઓછી જમીનનો કુલ વિસ્તાર હે. આરે. 19-75-46 ચો.મી. જમીનને અધિનિયમ પ્રકરણ બે અને ત્રણમાંથી મુક્તિ અપાવવાનું સરકારને આવશ્યક જણાય છે. જેથી અધિનિયમની કલમ 10 (એ) અન્વયે પ્રોજેક્ટ માટે સંપાદન થતી જમીનમાં સમાવિષ્ટ વડોદરા જિલ્લાના કેલનપુર તાલુકાની હે. આરે. 19-75-46 ચો.મી.ને અધિનિયમ પ્રકરણ બે અને ત્રણમાંથી મુક્તિ આપવામાં આવી છે.