Get The App

મકરપુરાની પરિણીતાનો લગ્નના ચાર વર્ષ પછી આપઘાત

પતિ નર્મદા પરિક્રમા કરવા જવાના હોઇ નોકરીથી વહેલા આવ્યા ત્યારે પત્નીને લટકતી જોઇ

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
મકરપુરાની પરિણીતાનો લગ્નના ચાર વર્ષ પછી આપઘાત 1 - image

 વડોદરા,ચાર વર્ષના લગ્નજીવન પછી પરિણીતાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મકરપુરા ગામ ચાર્મી સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષની પરિણીતા હેમુબેન હર્ષદકુમાર પટેલના  પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. હેમુબેન ચાર દિવસ પહેલા જ નર્મદા પરિક્રમા માટે ગયા હતા. તેમના પતિ હર્ષદભાઇ ગઇકાલે નર્મદા પરિક્રમા માટે જવાના હતા. જેથી, નોકરીથી અડધી રજા  લઇને આવ્યા હતા.ઘરે આવીને તેમણે જોયું તો દરવાજો બંધ હતો. દરવાજો ખોલીને જોયું તો તેમની પત્ની  ગળા ફાંસો ખાધેલી  હાલતમાં હતા. તેમણે બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. હેમુબેનને નીચે ઉતારી સારવાર માટે નજીકની ખાનગી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમનો જીવ બચ્યો નહતો.