વડોદરામાં ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી મીઠાઈની દુકાનોમાં લાડુ, મોદક અને માવાના 50થી વધુ સેમ્પલો લેવાયા
Vadodara Food Safety : ગણેશ મહોત્સવ પ્રસંગને ધ્યાનમાં રાખીને મ્યુ. કમિ.ના સુચનાથી અધિક આરોગ્ય અમલદારના નેજા હેઠળ હોળી ઇન્સ્પેક્ટરોએ શ્રીજી મહોત્સવમાં પ્રસાદી તરીકે ઉપયોગમાં લેવાતા લાડુ, મોદક અને તેની બનાવટમાં વપરાતા માવા સહિત અન્ય મીઠાઈના સેમ્પલ લઈને તપાસ માટે સરકારી લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કામગીરીમાં જુદા જુદા વિસ્તારની મીઠાઈની દુકાનોએથી 50થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જ્યારે મીઠાઈ બનાવતા કારખાના, દુકાનોમાં સ્વચ્છતાના અભાવ જણાતા કેટલીક જગ્યાએ શિડયુલ-4 નોટી તો પણ ફટકારવામાં આવી છે. આ પ્રકારનું ચેકિંગ શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સમગ્ર કામગીરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરમાં ઉજવાતા ગણેશ મહોત્સવ પ્રસંગે પાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યના નેજા હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે મહોત્સવમાં પ્રસાદી તરીકે વપરાતા લાડુ, મોદક અને માવાના સેમ્પલ શહેરના તમામ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાંથી લેવાનું શરૂ કર્યું છે. તમામ વિસ્તારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં છેલ્લા એક સપ્તાહથી ચાલતી આ કામગીરીમાં જુદી-જુદી આરોગ્ય અમલદારોની ટીમોએ વિવિધ વિસ્તારમાંથી 50થી વધુ જુદા-જુદા સેમ્પલો લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત તપાસ દરમિયાન વિવિધ મીઠાઈ બનાવતા કારખાના અને દુકાનોમાં સ્વચ્છતા બાબતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આવી જગ્યાઓએ જ્યાં સ્વચ્છતાનો અભાવ જણાય ત્યાં શિડયુલ-4ની નોટીસ તો ફટકારવામાં આવી છે. ચાલુ સપ્તાહ અમે મહોત્સવ દરમિયાન આ સમગ્ર ચેકિંગ ચાલુ રહેશે. શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય અમલદારોની ટીમે વિવિધ વિસ્તારમાં મીઠાઈની દુકાનોમાંથી મોદક, લાડુ અને તેમાં વપરાતા માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા.