Get The App

વડોદરાના ગામડાંઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહિ થતાં શિક્ષણ પર અસર

90 દિવસ ચાલનારી કામગીરીને કારણે ટાઇમટેબલ ખોરવાયા,વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના ગામડાંઓમાં મતદાર યાદીની કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહિ થતાં શિક્ષણ પર અસર 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કામગીરીને પગલે અનેક સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પર અસર પડી હોવાની વિગતો બહાર આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના શિક્ષકોને પણ સામેલ કરવામાં આવ્યા છે.પરંતુ કેટલીક સ્કૂલોમાં આચાર્યો સાથે શિક્ષકોને કામગીરીમાં લેવા માટે સંકલન કરવામાં આવ્યું નથી.

લગભગ ૯૦ દિવસ સુધી ચાલનારી ઉપરોક્ત કામગીરીને કારણે અનેક સ્કૂલોના શિક્ષણ પર અસર પડી છે.ક્યાંક શિક્ષકો જવા તૈયાર નહિ હોવાથી તેમને મોકલવા માટે પરિપત્ર પણ બહાર પાડવો પડયો છે.આ મુદ્દે શિક્ષકો તેમના સંઘના હોદ્દેદારો સમક્ષ શિક્ષણ કાર્ય માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.તેમનું કહેવું છે કે,અમે કામગીરી માટે બંધાયેલા છીએ.નથી કરવી તેમ નથી,પણ લાંબી પ્રક્રિયા હોવાથી સંકલન થવું જરૃરી છે.