Gujarat

સુરત પાલિકા અને વીજ કંપની વચ્ચે સંકલનના અભાવે લોકોને હાલાકી : ભાઠા ગામના નવા ટીપી રોડ વચ્ચે થાંભલો એટલે અકસ્માતને આમંત્રણ

By GS TEAM
17 Mar 20262 mins read
TukuTouch Logo
બિનજરૂરી વીજ થાંભલાને અડીને ટર્નિંગ રોડ હોવાથી નાના અકસ્માત થાય છે મોટો અકસ્માત થાય તેવી ભીતિ : સંકલન કરી બિન જરૂરી થાંભલો ખસેડવા માંગણી

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકા અને વીજ કંપની વચ્ચે સંકલનના અભાવે લોકોને હાલાકી : ભાઠા ગામના નવા ટીપી રોડ વચ્ચે થાંભલો એટલે અકસ્માતને આમંત્રણ

Surat : સુરત મહાનગરપાલિકા અને દક્ષિણ ગુજરાત વીજ વિતરણ કંપની વચ્ચે સંકલનના અભાવે પાલ ભાઠા ગામના નવા ટીપી રોડ પર મોટો અકસ્માત થાય તેવી ભીતિ છે. આ વિસ્તારમાં બિનજરૂરી વીજ પોલ લાબા સમયથી છે અને તે રસ્તાની બરોબર વચ્ચે છે. અને ત્યાર બાદ સાર્પ ટર્ન હોવાથી નાના અકસ્માત થઈ રહ્યાં છે. જો તંત્ર દ્વારા આ થાંભલો હટાવો નહીં તો મોટો જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. 

સુરત પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં ભાઠા ગામ નવો ટીપી રોડ આવ્યો છે. આ રોડની બરોબર વચ્ચે વીજ કંપનીનો પોલ (થાંભલો) આવ્યો છે તેના પર વાયર નથી તેથી તે બિન ઉપયોગી છે. પરંતુ વીજ કંપનીએ ખસેડાયો નથી. આ રોડ પર સતત વાહનો પસાર થાય છે અને રોડની વચ્ચે થાંભલો છે અને ત્યાર બાદ સાર્પ ટર્ન છે તેથી નાના અકસ્માત ઘણી વખત થઈ રહ્યાં છે. તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી અને અકસ્માતને આમંત્રણ આપતો આ થાંભલો હજી પણ લોકો માટે આફત બનીને ઉભો છે. 

આ રસ્તા પરથી પસાર થતા લોકો એવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે કે આ બિન જરૂરી થાંભલાના કારણે હાલ નાના અકસ્માત થઈ રહ્યાં છે જો તંત્ર હજુ પણ જાગે નહીં તો મોટો જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. કોઈનો જીવ જાય તે પહેલા પાલિકા તંત્રએ વીજ કંપની સાથે સંકલન કરીને આ થાંભલો તાત્કાલિક હટાવી લેવો જોઈએ તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યાં છે.