Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના નથુવડલા ગામમાં રહેતા શ્રમિક યુવાને પોતાની પત્ની રિસાઈને ચાલી ગઈ હોવાથી તેના વિયોગમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નથુ વડલા ગામમાં રહેતા ખેડૂત બલવીરસિંહ સજ્જનસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ગૌતમ દિનેશભાઈ વસાનીયા નામના 25 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની વાડીની ઓરડીમાં લોખંડના પાઇપમાં ચુંદડી બાંધી ગળાફાંસ દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકની પત્ની મમતાબેન ગૌતમભાઈ આદિવાસીએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનની પત્ની રિસાઈને તેની બહેનના ઘરે ચાલી ગઈ હોવાથી મૃતક યુવાનને મનમાં લાગી આવતાં પત્નીના યોગમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.


