Get The App

લેબર કોન્ટ્રાક્ટરને રમતમાં છાતીમાં ચાકૂ વાગી જતા મોત

પર્વતારોહણ સમયે કામ લાગે તે માટે થોડા દિવસ પહેલા જ ઓનલાઇન ચાકૂ મંગાવ્યું હતું

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
લેબર કોન્ટ્રાક્ટરને રમતમાં છાતીમાં  ચાકૂ વાગી જતા મોત 1 - image

વડોદરા,ન્યુ સમા રોડના લેબર કોન્ટ્રાક્ટરને પોતાની જ ભૂલથી છાતીમાં  ચાકૂનો ઘા વાગી  જતા મોત થયું હતું. ફતેગંજ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ન્યુ સમા રોડ સીતારામ ડાઇનિંગ હોલની બાજુમાં રાધિકા પાર્ક સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષના દત્તભાઇ પંકજભાઇ ત્રિવેદી ગત્ ૮ મી તારીખે રાત્રે ૯ વાગ્યે પોતાના ઘરે ચપ્પુ વડે રમત કરતા હતા. તે દરમિયાન ચપ્પુ છાતીના ડાબા ભાગે વાગી  જતા તેઓેને ગંભીર ઇજા થતા લોહીલુહાણ થઇ ગયા  હતા. પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતા તેઓને સારવાર માટે ન્યુ સમા  રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, દત્તભાઇ પ્રજાપતિ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતા હતા. તેઓને  પર્વતારોહણનો પણ શોખ હતો. પર્વતારોહણ સમયે કામ લાગે તે માટે તેમણે ઓનલાઇન ચપ્પુ મંગાવ્યું હતું.