For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા, ચૂંટણી લડી શકશે

Updated: Apr 20th, 2022

Article Content Image


- વર્ષ 2007માં પોલીસ કસ્ટડીમાંથી હોસ્પિટલ લઈ જવા દરમિયાન ફરાર થઈ ગયા હતા

રાજકોટ, તા. 20 એપ્રિલ 2022, બુધવાર

રાજકોટ  પોલીસ કસ્ટડીમાંથી રાજકોટની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહેલા ધારાસભ્ય (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCP) કાંધલ જાડેજા, પોલીસ જાપ્તાને થાપ આપીને વર્ષ 2007માં ફરાર થઈ ગયા હતા. ફરાર થઈ જવાના આ કેસમાં કોર્ટે કાંધલને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે આ ગુનામાં દોઢ વર્ષની સજા ફટકારી છે. અને 10 હજાર રૂપિયાનો દંડ કર્યો છે.

જોકે કાંધલ જાડેજાને જેલમાં નહીં જવું પડે. તેમના વકીલે કહ્યું કે કાંધલ 19 મહિનાની સજા ભોગવી ચુક્યા હોવાથી જેલમાં નહીં જવું પડે. સજા મોકૂફ માટે 1 મહિના માટે સ્ટે લેવામાં આવ્યો છે. તેઓ આગામી ચૂંટણી લડી શકશે.

એક વર્ષ સાબરમતી જેલમાં રાખ્યા બાદ તેને 2006માં રાજકોટ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં જેલવાસ દરમિયાન વારંવાર કાંધલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતો હતો. આવા જ એક કિસ્સામાં ફેબ્રુઆરી 2007માં રાજકોટની શિવાની હોસ્પિટલમાંથી તે જાપ્તાની નજર ચૂકવી ભાગી ગયો હતો. આ પછી બે વર્ષ પોલીસની દોડધામ બાદ 2009માં પુણે નજીકથી તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2005માં કાંધલની પોતાના ભાગીદાર કેશુ ઓડેદરાની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એક વર્ષ સાબરમતી જેલમાં રાખ્યા બાદ તેને 2006માં રાજકોટ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

રજકોટમાં જેલવાસ દરમિયાન વારંવાર કાંધલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતો હતો. આવા જ એક કિસ્સામાં ફેબ્રુઆરી 2007માં રાજકોટની શિવાની હોસ્પિટલમાંથી તે જાપ્તાની નજર ચૂકવી ભાગી ગયો હતો. આ પછી બે વર્ષ પોલીસની દોડધામ બાદ 2009માં પુણે નજીકથી તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

Gujarat