Get The App

કચ્છ પોલીસને મળી મોટી સફળતા, પાર્સલની આડમાં મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો

Updated: Feb 25th, 2025

GS TEAM

Google News
Google News
કચ્છ પોલીસને મળી મોટી સફળતા, પાર્સલની આડમાં મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો 1 - image


Drugs Seized in Kutch: રાજ્યમાં સતત ડ્રગ્સ અને દારૂનો વેપલો વધી રહ્યો છે. ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે નશીલા પદાર્થે ગેરકાયદે હેરાફેરીને અટકાવવા માટે “SAY NO TO DRUGS” મિશન અંતગર્ત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન ક૨નારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન બાતમીને આધારે ગાંધીધામ જી.આઇ.ડી.સી. કુરિયર દ્વારા મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની કિંમત અંદાજે રૂ. 14,06,000 આંકવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ગાંધીધામ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી કુરિયર સર્વિસની ઑફિસમાં પાર્સલોની આડમાં 140 પેકેટ ગાંજાનો જથ્થો મોકલવામાં આવ્યો છે. આ પાર્સલ છોડાવવા આવેલા વ્યક્તિને શંકા જતાં તેણે પાર્સલ છોડાવ્યું ન હતું અને બસ મારફતે શહેર છોડીને નાસી જવાની ફિરાકમાં હતો. 

જોકે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપી ધનચંદકુમાર પંડીતની ધરપકડ કરી 140 કિલો 600 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Tags :